Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૪૧

સરદારનું ગીત - ૪૧

1 min
522


ધરપકડ (ઈ,સ, ૧૯૩૦)

છવ્વીસ જાન્યુઆરીનો, દિન પૂર્ણસ્વરાજ રે;

મળી ઊજવવો એવો, એક થયો અવાજ રે,

પ્રતિજ્ઞા થાય જાહેર, લેવા પૂર્ણસ્વરાજ રે;

કાઢવા દેશમાંહેથી, જલ્દી અંગ્રેજરાજ રે,


થઈ ઊજવણી ખૂબ, મળીને ધામધૂમ રે;

મનડાં નાચતાં સૌનાં, કરીને રૂમઝૂમ રે,

ગાંધીજીએ બનાવેલ, મુદ્દાઓ અગિયાર રે;

એના જવાબમાં યોગ્ય, નો’તો મળેલ સાર રે,


સોંપ્યાં લડતનાં સૂત્રો, ગાંધીજીને તમામ રે;

કહે તેઓ કરી હિંસા, થવું ન બદનામ રે,

દાંડીકૂચ કરી લેવા, ગાંધી તૈયાર થાય રે;

મીઠાના કાયદા ભંગે, જંગ શરૂ કરાય રે,


કરે તૈયાર લોકોને, જંગમાં સરદાર રે;

તેઓનાં ભાષણો જાય, દિલની આરપાર રે,

સાત માર્ચે ગયા તેઓ, બોલવા રાસગામ રે;

તેઓને સુણવા માટે, લોકો ગયા તમામ રે,


મેજિસ્ટ્રેટે જઈને ત્યાં, નોટિસને ધરેલ રે;

ભાષણ નહિ દેવાની, સૂચનાઓ થયેલ રે,

સરદારે અહીં તેનો, અનાદર કરેલ રે;

તેથી ગિરફતારીમાં, તેઓને લૈ’ ગયેલ રે,


ત્રણેક માસની સાદી, જેલ સજા થયેલ રે;

ને સાબરમતી જેલ, તેઓને મોકલેલ રે,

વાયુવેગે સમાચાર, બધે ફેલાય જાય રે;

સ્વાધીનતા લઈ લેવા, પ્રતિજ્ઞાઓ કરાય રે,


આ સમાચારથી ખૂબ, સળગ્યું રાસગામ રે;

રાજીનામું મુખી આપે, રાવણિયા તમામ રે,

દારૂપીઠાં થયાં બંધ, લડત આદરાય રે;

સત્યાગ્રહી તરીકે ત્યાં, ઘણાં તૈયાર થાય રે,

**

નો’તો કર્યો ગુનો તોયે, સુખેથી જેલ ભોગવે;

આદર્શો ન પડે નીચા, એ વાત ખૂબ સાચવે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract