સરદારનું ગીત - પર
સરદારનું ગીત - પર
બે કામ (ઈ,સ, ૧૯૩૪-’૩પ)
પુસ્તકાલયનું દાન, વિદ્યાપીઠે કરેલ રે;
મ્યુનિસિપાલિટી એની, હકદાર બનેલ રે,
આ વાત સરદારે તો, પસંદ ન કરેલ રે;
જેલમાંથી થતા છૂટા, તપાસ આદરેલ રે,
આમ રાખી શકે એમાં, અંકુશ સરકાર રે;
કરી શકે ન આ વાત, પસંદ સરદાર રે,
ગાંધીજીને મળી તેઓ, ઘણો કરે વિચાર રે;
ત્યાં તેઓએ કરી વાત, બતાવી અધિકાર રે,
ગાંધીજીએ પછી કહ્યું, હવે એક ઉપાય રે;
અધિકાર વિના દાન, પાછું લઈ શકાય રે,
કનૈયાલાલ પાસે જૈ, અભિપ્રાય મગાય રે;
ભૂલાભાઈ સૂણી વાત, એમાં સંમત થાય રે,
ધારાશાસ્ત્રી ઘણા બીજા, આ મતના થયેલ રે;
ઠરાવ કરતા તેમાં, જીત મળી ગયેલ રે,
પુસ્તકાલયને પાછું, વિદ્યાપીઠે રખાય રે;
ને સરદારની બુદ્ઘિ, મારી મેદાન જાય રે,
બોર્સદ તાલુકા માટે, પ્લેગ વેરી થયેલ રે;
લોકોમાં ભયનું જોર, ખૂબ વધી ગયેલ રે,
સરદાર સુણી વાત, શાંત નો’તા રહેલ રે;
ત્રેવીસ ત્રણ પાંત્રીસે, બોરસદ ગયેલ રે,
દવાઓ પાડવા પૂરી, છાવણી ગોઠવેલ રે;
ને સ્વયંસેવકો એમાં, કામે લાગી ગયેલ રે,
ઉંદરોનો કરે નાશ, સફાઈ ખૂબ થાય રે;
ઘર ને ફળિયામાંથી, જંતુ દૂર કરાય રે,
કોઈક સ્થળ લોકોની, અંધશ્રદ્ઘા નડેલ રે;
પ્લેગને કોપ દેવીનો, માની બેસી ગયેલ રે,
ઘરે ઘરે ફરી આપે, સમજ સરદાર રે;
પ્લેગને કરવા માટે, અહીંથી હદપાર રે,
**
ખાટે જો જશ કોંગ્રેસ, સરકાર સહે નહીં;
બહાનાં એટલાં કાઢે, તોયે ન આબરૂ રહી,
(ક્રમશ:)
