STORYMIRROR

Rekha Shukla

Abstract Drama

4  

Rekha Shukla

Abstract Drama

ધીરી રે બાપુડિયા

ધીરી રે બાપુડિયા

1 min
455

દોડી જઈ સુખે સંતાતું, દુઃખનો ધબ્બો દઈ પંકાતું,

મહેનતના વાવેતર સામે, ભાગ્ય બનીને એ અંકાતું,

પૂછે દીકરા ઝમકુ ડોશીને વરસો રોજ આજ કહેવાતું 

મુજ વિતી તુજ વીતશે, ધીરી રે બાપુડિયા સમજાતું,


કટકટ કરતી આંગળી દુ:ખે, સંધીવા દર્દ દુ:ખાતું 

માનસી બા ના ચાળા પાડે આરથરાઇટીસ ફસાતું

આમ ને આમ રોજ પળે પળ દર્દ “વા” નું વગોવાતું 

મુજ વિતી તુજ વીતશે, ધીરી રે બાપુડિયા સમજાતું,


તમાશા કરાવે ઘડપણ છે, બચપણ દર્દ ન સમજાતું 

કાન ગયા આંખ ગઈ અંગઅંગ રગ રગ તોડાતું

હવે સમજતી માનસી આપમેળે વારસાગત ખોવાતું

મુજ વિતી તુજ વીતશે, ધીરી રે બાપુડિયા સમજાતું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract