Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૩૪

સરદારનું ગીત - ૩૪

1 min
532


બારડોલી સત્યાગ્રહ-ર (ઈ,સ, ૧૯ર૮)

આપે આશિષ ગાંધીજી, જય હો ગુજરાત રે;

જઈ વલ્લભભાઈએ, કરેલ નિજ વાત રે,

ખેડૂતોની સભા રાખી, ચેતવણી અપાય રે;

કોઈ ન કરતાં ખેલ, મારી સાથે જરાય રે,


બિનજોખમનું કામ, હું લેનાર ન હાથ રે;

જોખમ ખેડવાં હોય, મારો એને જ સાથ રે,

આવેલી આ કસોટી છે, રાખવી યાદ વાત રે;

આપું વિચારવા માટે, મુદત દિન સાત રે,


જઈને અમદાવાદ, કર્યો ખૂબ વિચાર રે;

ને ગવર્નરને લખ્યો, પત્ર વિગતવાર રે,

આપી સલાહ તેઓને, ફરી થાય તપાસ રે;

લોકોને મળશે જેથી, ન્યાયનો અવકાશ રે,


મળ્યો જવાબ એનો નૈ, સાત દિવસ થાય રે;

બારડોલી પહોંચીને, ચર્ચા ખૂબ કરાય રે,

લોકોને સમજાવીને, કરાય સાવધાન રે;

એ ચાલે ન લડાઈમાં, જો કાચા હોય કાન રે,


સમજાવટ ને શાંતિ, માને ન સરકાર રે;

બળ વાપરવા માટે, રહેવું હોશિયાર રે,

સમજૂતિ કરી લોકો, નિર્ણય પર જાય રે;

બધી જ કોમના ટેકે, ઠરાવ એક થાય રે,


ખોટો અયોગ્ય અન્યાયી, વધારો આ ગણાય રે;

એટલે એક પૈસોય, કોઈએ ન ભરાય રે,

જૂનું મૂળ મહેસૂલ, જો માન્ય ન રખાય રે;

તો થાય ખાલસા-જપ્તી, માર્ગથી ન ડગાય રે,


લેવા જૂનું મહેસૂલ, કબૂલે સરકાર રે;

તૈયાર ભરવા લોકો, એ બિનતકરાર રે,

નક્કી આવું કરી લીધું, ને સંગ્રામ કરાય રે;

હોય જે નબળા લોકો, ઉત્સાહમાં રખાય રે,

**

કોમો વચ્ચે કરે મેળ, લોકોને સમજાવતાં;

ને સરકારનાં કોઈ, પ્રલોભનો ન ફાવતાં.

(ક્રમશ:)


Rate this content
Log in