Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૪૩

સરદારનું ગીત - ૪૩

1 min
466


મીઠાનો જંગ (ઈ,સ, ૧૯૩૦)

એ રાસ ગામના લોકો, ખૂબ રોષે ભરાય રે;

લડત આપવા હૈયે, થનગનાટ થાય રે,

સાથે મળી વિચારીને, ઠરાવ એક થાય રે;

આગેવાનો ન છૂટે તો, મે’સૂલ ન ભરાય રે,


સત્યાગ્રહી જવા લાગ્યા, હસતે મુખ જેલ રે;

લાગેલ ખેલવા તેઓ, કાયદા ભંગ ખેલ રે,

તેથી કરેલ પોલીસે, લાઠીનો ઉપયોગ રે;

ગોળીબાર કરી કયાંક, ઘણો લીધેલ ભોગ રે,


ધરાસણા કરી કૂચ, મીઠાનો જંગ થાય રે;

ગાંધીની યોજના આવી, જાહેરમાં લવાય રે,

સરકારે થતાં જાણ, ગાંધીને પકડેલ રે;

છતાં ધરાસણા બાજુ, હલ્લા ચાલુ રહેલ રે,


ત્રણ હજારનાં માથાં, એમાં ફૂટી ગયેલ રે;

બે ભાઈનો ગયો જીવ, ઘણાં પંગું થયેલ રે,

દારૂપીઠાં કરે બંધ, બહેનોની કતાર રે;

પરદેશી દુકાનોની, ચોકી કરે અપાર રે,


છવ્વીસ જૂનના છૂટે, જેલથી સરદાર રે;

જોઈ ઉત્સાહ લોકોનો, ખીલ્યા પૂરબહાર રે,

જવાહર થતાં કેદ, પ્રમુખ સરદાર રે;

કરી લેવા સમાધાન, તૈયાર સરકાર રે,


મુંબઈમાં ઘણું મોટું, સરઘસ કઢાય રે;

કોટ વિસ્તારમાં તેનો, પ્રતિબંધ મૂકાય રે,

સરદાર તથા લોકો, ત્યાં જ બેસી ગયેલ રે;

ને સરદારને જેલ, ત્રણ માસ મળેલ રે,


વધારવા સમાધાની, શર્તો નક્કી કરાય રે;

સ્વીકાર ન થતાં એનો, ઉગ્ર લડત થાય રે,

જપ્તીમાં પાક ઊભા લ્યે, લાઠી વર્ષા કરાય રે;

દુર્વર્તને બહેનોને, બાકાત ન રખાય રે,

**

ત્રાસથી બચવા લોકો, હિજરત કરી ગયા;

ભઠ્ઠો બોરસદે તપ્યો, યુદ્ઘનાં આંધણો થયાં.

(ક્રમશ:)


Rate this content
Log in