સરદારનું ગીત - ૩૧
સરદારનું ગીત - ૩૧
પ્રમુખ તરીકે (ઈ,સ, ૧૯ર૪)
અમદાવાદ તેઓને, બરાબર ફળેલ રે;
મ્યુનિસિપાલિટીના ત્યાં, પ્રમુખ થૈ’ ગયેલ રે,
રચનાત્મક કાર્યોમાં, કરે ખૂબ સહાય રે;
સક્રિય પક્ષ તેઓનો, ઝડપી કામ થાય રે,
શહેરના સુધારાનું, લીધેલ કામ હાથ રે;
સાથીઓને પ્રજાનોય, તેમાં માગેલ સાથ રે,
આપ્યો ચિતાર તેઓએ, કેવાં હતાં શહેર રે !
પાણી ઢોળે ગમેતેમ, ન નીક કે નહેર રે,
નેઠા ન લઘુશંકાના, બેસે જ્યાં મન થાય રે;
દ્વાર પાસે પડોશીના, કચરાને નખાય રે,
ભટકતાં રહે એમાં, માર્ગ વચ્ચેય ઢોર રે;
ગંદકી કરવાનોય, છૂટો મૂકેલ દોર રે,
ઢગલાઓ ઉકરડાના, નજરમાં ભરાય રે;
થૂંકવાની બધી જગ્યા, જ્યાં યોગ્ય જ ગણાય રે,
આતો મોટું મહાપાપ, જો સફાઈ ન થાય રે;
કહ્યું વલ્લભભાઈએ, આવું કેમ રખાય રે ?
સુધારો કરવા માટે, બીડાને ઝડપેલ રે;
મુશ્કેલીના પહાડોને, ચડવા આદરેલ રે,
પ્રશ્ન એંજિન બારાનો, પે’લા હલ કરેલ રે;
પાણીના ઝઘડાનોય, લાવી દીધો ઉકેલ રે,
પુસ્તકાલય ને હોલ, તથા બાગ બનેલ રે;
ને મહેનત તેઓની, બાજી મારી ગયેલ રે,
પૂરતી ગટરો નાખી, ગંદકી થાય દૂર રે;
ને સગવડ પાણીની, કરી લાવેલ નૂર રે,
કરવા ગિરદી ઓછી, પો’ળા મારગ થાય રે;
વિધ્નો હોય ગમેતેવાં, જરા ડગી ન જાય રે,
અમદાવાદને પૂરું, બદલવા મથેલ રે;
નવલાં આપવા રૂપ, પ્રયત્નો આદરેલ રે,
**
રાજીનામું દઈ દીધું, ધારેલું ન થતાં નિજ;
કદી ગમે ન તેઓને, વિચારો તો અપાહિજ.
(ક્રમશ:)
