Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૩૭

સરદારનું ગીત - ૩૭

1 min
452


બારડોલી સત્યાગ્રહ-પ (ઈ,સ, ૧૯ર૮)

લોકોના મનમાં બેઠા, પોતાના સરદાર રે;

ને સરદાર લોકોના, થયા સલાહકાર રે,

આ સરદારની આજ્ઞા, શિર માથે રખાય રે;

વાણી નીકળતાં સાથે, એનો અમલ થાય રે,


કાઢેલ તરકીબોની, ખૂબ મોટી બખોલ રે;

કલેકટર આવે તો, વાગે ધડાંગ ઢોલ રે,

ધડાધડ ઘરનાંયે, બારણાં બંધ થાય રે;

બધે સાહેબને તેથી, સૂનકાર કળાય રે,


જપ્તીઓને કદી કોઈ, વાહનો ન અપાય રે;

જપ્તીના કામમાં કોઈ, મદદ ન કરાય રે,

સરદારે કરી વાત, જેમાં શીખ અપાય રે;

કે જપ્તી કરતા હોય, ત્યાં ટોળે ન વળાય રે,


જપ્તીઓ મૂકતા માઝા, પકડે ખૂબ ઢોર રે;

ઢોરોને રાખતા ગોંધી, આપતા ત્રાસ ઘોર રે,

આવો ત્રાસ ન જોવાતા, કર્યો એક ઉપાય રે;

ઢોરો ને માણસો સાથે, ઘરો બંધ રખાય રે,


આમ રાખેલ લોકોએ, આ કારાગૃહવાસ રે;

રાત-દી’ બારણાં બંધ, સા’બ થાય નિરાશ રે,

હરાજી માલની થાય, કોઈ લેવા ન જાય રે;

તાપમાં પણ સાહેબો, જપ્તી માટે બફાય રે,


ભેંસો પકડવા દોડે, એક અમલદાર રે;

તેને ’ભેંસડિયો વાઘ’, કહેતા સરદાર રે,

હાસ્ય-વિનોદથી તેઓ, ભૂલાવતા વિષાદ રે;

કષ્ટો વેઠેલ લોકોને, દેતા રહેલ દાદ રે,


ગમે તેવાં બહાનાંથી, ઘણાને જેલ થાય રે;

છતાં લોકો રહી શાંત, મનમાં ગમ ખાય રે,

કમિશનરનાં વેણ, ઉદ્ઘતાઈ ભરેલ રે;

ને ચળવળિયાઓમાં, સેવકોને ગણેલ રે,

**

પઠાણો આપતા ત્રાસ, બે-લગામ બની જઈ;

બીજી તરફ લોકોની, લાગણી ભડકો થઈ.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract