Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૪૭

સરદારનું ગીત - ૪૭

1 min
416


સંધિભંગ (ઈ,સ, ૧૯૩૧)

તપાસ બારડોલીની, હવે શરૂ કરાય રે;

જુલ્મો અને વસૂલાત, નજરમાં રખાય રે,

તપાસે મહિનો એક, સાથમાં સરદાર રે;

તપાસમાં લઈ લીધાં, ગામડાં અગિયાર રે,


પોલીસ જુલ્મની વાત, આવી એમાં બહાર રે;

જૂઠા અનેક કેસોમાં, ખુલ્લી થૈ સરકાર રે,

તપાસે ન્યાયની આશા, જરા નો’તી રહેલ રે;

સરદાર તથા બીજા, તેમાંથી નીકળેલ રે,


દાનત સરકારી તો, સદાયે બગડેલ રે;

આગળ દાનતે આવી, ઉગ્ર રૂપ ધરેલ રે,

રાસગામે મુખી માટે, ઝઘડાઓ થયેલ રે;

બારૈયાનો મુખી રાખ્યો, ગુનેગારો વધેલ રે,


સરદારે ઘણા એના, રદિયાઓ ધરેલ રે;

ન્યાયની સરકારે ન, દરકાર કરેલ રે,

ધાડાં પોલીસ પાડીને, કરતી સંધિભંગ રે;

લોકો સાથે કરે ખૂબ, જુલ્મો ભરેલ જંગ રે,


કોંગ્રેસની સભામાંયે, ગુંડાશાહી કરેલ રે;

વગર હુકમે ત્યાંથી, ઘણાંને પકડેલ રે,

બચવા ત્રાસથી લોકો, જંગલમાં રહેલ રે;

મારના ફટકામાંથી, બુઢાયે ન બચેલ રે,


ગણોત નહિ દેવાનું, કહેતા સરદાર રે;

કહેતા રાખવા સાથે, અહિંસા પર ભાર રે,

એને ગુનો ગણી આપે, ધમકી સરકાર રે;

કરાશે જપ્ત સામાન, થશે ગિરફતાર રે,


હુકમ સરકારીનો, અનાદર થયેલ રે;

પોલીસે છોડતાં ગોળી, પચાસેક મરેલ રે,

બંગાળાની દશા એમાં, ભયંકર રહેલ રે;

ખૂન લૂંટ અને ત્રાસ, લોકો પર થયેલ રે,

**

સરકારી વધે જુલ્મો, દશા ખરાબ દેશની;

ડિસેમ્બર અઠ્ઠાવીસે, ગાંધી આવે નશો બની.

(ક્રમશ:)


Rate this content
Log in