STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - પ૦

સરદારનું ગીત - પ૦

1 min
533

યરવડામાં-૩ (ઈ,સ, ૧૯૩ર-’૩૩)

કે’ સરદાર ગાંધીને, કાથીમાં ન સૂવાય રે;

એ પર આદુની જેમ, તન ઘસાય જાય રે,

જવાબ બાપુએ દીધો, પાટી ભર્યે ન કામ રે;

શોભે એ ઘરડી ઘોડી, અને લાલ લગામ રે,


રેંટિયે હાથ બેસાડે, ઝડપી સરદાર રે;

ગાંધીજી જાણ તેઓની, પહોંચાડે બહાર રે,

આ બંનેની મનોવૃત્તિ, ભેદ ભરી રહેલ રે;

ગાંધીજીની બધી ઈચ્છા, તોયે શિર ધરેલ રે,


નક્કી કરેલ ગાંધીએ, કરવા ઉપવાસ રે;

ભેદ-ભાવ બધા છોડી, રાખવા સહવાસ રે,

બાપુના ઉપવાસે તો, ગંભીર સરદાર રે;

ઉપવાસ થતાં પૂરા, ખીલ્યા પૂરબહાર રે,


હોઠ સાજા રહે જેના, એના ઝાઝા જવાબ રે;

સરદાર કહે એવું, હોય જાણે નવાબ રે,

વધારે પડતા ગાંધી, રાખતા ઉપવાસ રે;

ને સરદારને એની, ચીડ ચડેલ ખાસ રે,


ગાંધીને ઠપકો દેતાં, હસી લેતા લગીર રે;

ગાંધીનું જાળવી માન, સદા રહેલ ધીર રે,

અમુક કાગળો રાખે, સરદાર પસંદ રે;

કાગળ લચ લાંબાનો, જરા કરે ન ફંદ રે,


જેલને ગણતા તેઓ, સરકારી મકાન રે;

ગાંધીજીના ગણાયા’તા, શિષ્ય એક મહાન રે,

અસ્પૃશ્યતા કરી દૂર, સુધારવા સમાજ રે;

હતા તૈયાર એ સામે, ઉઠાવવા અવાજ રે,


તેંત્રીસે આઠમી મેના, ગાંધી છૂટી ગયેલ રે;

ને સરદારની ત્યારે, મહત્તા સૂચવેલ રે,

પે’લી ઓગસ્ટથી રાખ્યા, નાશિકે સરદાર રે;

એ ટાણે નાકના દર્દે, કરી લીધેલ વાર રે,

**

ખોયાં માતા અને ભાઈ, ભોગવતાં હતાં સજા;

છતાં પેરલ માટેની, માગતા ન હતા રજા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract