Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૪પ

સરદારનું ગીત - ૪પ

1 min
413


કરાંચીમાં (ઈ,સ, ૧૯૩૧)

કોંગ્રેસ થૈ’ કરાંચીમાં, પ્રમુખ સરદાર રે;

લોકો તેમ જ બીજાનો, મળેલ સહકાર રે,

લઈને સહુનો સાથ, વ્યવસ્થા ગોઠવાય રે;

વ્યવસ્થા એ કરી એવી, જે આદર્શ ગણાય રે,


સમાધાની વિશે બન્યા, નારાજ નૌયુવાન રે;

હતા ઘણાય નેતાઓ, હજુયે કેદવાન રે,

ભગતસિંહને ફાંસી, આપવાનું થયેલ રે;

તેથી ઘણા યુવાનો તો, ઉશ્કેરાઈ ગયેલ રે,


કરાંચી સ્ટેશને પોંચ્યા, ગાંધીને સરદાર રે;

કાળાં ફૂલ લઈને થૈ’, યુવાનોની કતાર રે,

જોઈ વિનય ગાંધીનો, યુવાનો શરમાય રે;

માથે ન નાખતાં ફૂલો, હાથોહાથ અપાય રે,


ગયા કોંગ્રેસમાં તેઓ, સ્વીકારી ઉપહાર રે;

પ્રવચન કરે ટૂંકું, પ્રમુખ સરદાર રે,

યાદ કર્યાં ગઈ સાલે, આપેલાં બલિદાન રે;

ભગતસિંહને પ્રાર્થે, કહી વીર યુવાન રે,


અંગ્રેજોનું હતું કેવું, હૃદયશૂન્ય રાજ રે;

એના વિશેય તેઓએ, ખૂબ કાઢેલ દાઝ રે,

સંધિ બાબત બોલીને, ચોખવટ કરેલ રે;

પૂર્ણસ્વરાજ માટે જ, વાટાઘાટો થયેલ રે,


પછી થયેલ તૈયાર, જવાહર-સુભાષ રે;

ને સરદાર-ગાંધીને, આપેલ મોકળાશ રે,

સંધિ ઠરાવ લાવીને, ગાંધીજીએ કહેલ રે;

પૂર્ણસ્વરાજની એમાં, ઘણી આશા ભરેલ રે,


દૈ’ સહકાર વેરીને, પ્રેમ જીતી શકાય રે;

ને તેથી ગોળમેજીમાં, આપવાની સહાય રે,

થૈ’ કાર્યદક્ષા સંભાળ્યું, સરદારે સુકાન રે;

શોભે ખેડૂતને એવું, કામ કર્યું મહાન રે,

**

રાખી અંગાર આંખોમાં, દર્દ હૃદયમાં ધરી;

ભાષણમાં વહાવે છે, જુસ્સો યુવાનમાં ભરી.

(ક્રમશ:)


Rate this content
Log in