Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ર૯

સરદારનું ગીત - ર૯

1 min
591


ગૃહજીવન

હવે વલ્લભભાઈનું, દેશ ઘર બનેલ રે;

ઘર ને ઘરની ચિંતા, બધું ત્યાગ કરેલ રે,

કુટુંબ તરફી પ્રેમ, પહેલાથી રહેલ રે;

હવે કુટુંબ મોટાનો, પ્રેમ વધી ગયેલ રે,


ભણવા સમયે તેઓ, હતા ખૂબ ગરીબ રે;

મહેનત કરી એમાં, ફળ્યું હતું નસીબ રે,

રહેતી ઘરની ચિંતા, તેઓને દિન-રાત રે;

મદદ કરવા ઈચ્છે, તેઓ દરેક વાત રે,


શરૂ કરી વકીલાત, આવક જે કરેલ રે;

એમાંથી ઘરનું દેવું, તેઓએ જ ભરેલ રે,

પોતે વિદેશ જાવાની, તૈયારીઓ કરેલ રે;

મોટાભાઈ ગયા એમાં, પોતે રહી ગયેલ રે,


શિક્ષણ બાળકો માટે, સારું નક્કી કરેલ રે;

અંગ્રેજી શીખવા માટે, મુંબઈ મોકલેલ રે,

આવ્યા વિઠ્ઠલભાઈ ને, પોતે ગયા વિદેશ રે;

ભૂલ્યા નો’તા છતાં તેઓ, ઘરને લવલેશ રે,


આવી વિદેશથી પોતે, બેરિસ્ટરી કરેલ રે;

વહેવા ઘરનો ભાર, સહાયક થયેલ રે,

દેશ કાજે વકીલાત, છોડી કૂદી પડેલ રે;

યોજનાઓ વિચારેલી, બધી જતી કરેલ રે,


સાંસારિક રિવાજોને, સુધારવા મથેલ રે;

સહાયમાં કુટુંબીઓ, લૈ’ આગળ વધેલ રે,

કોર્ટ ને દેશનાં કામે, ઘરે ઓછા રહેલ રે;

પોતાની જેમ જાતે જ, બાળકો ઉછરેલ રે,


આગળ દીકરો તેથી, આપબળે વધેલ રે;

નોકરી છોકરી તેણે, જાતે શોધ કરેલ રે,

બાપનાં પગલે બેટી, સેવામાં વળગેલ રે;

રેંટિયો તેમના માટે, સાથીદાર બનેલ રે,

**

પત્નીનું અવસાન થ્યું’, બીજાં લગ્ન કરેલ નૈ’;

કુટુંબ દેશને માની, રહેલ ઓળઘોળ થૈ’.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract