સરદારનું ગીત - ૩૯
સરદારનું ગીત - ૩૯
સરદારનું ગીત
ઘણું જીવો ઘણું જીવો, અમારા સરદાર રે;
અમારી આ લડાઈને, સફળ કરનાર રે,
સત્ય માટે ઝઝૂમીને, હકો અપાવનાર રે;
લોકોનાં દુ:ખને આજે, પોતાનાં માનનાર રે,
લીધી ટેક ન છોડીને, દૃઢતા રાખનાર રે;
લોકોને રાખવા ઊંચાં, સાચા સલાહકાર રે,
સમાજના સુધારાનો, જંગ આદરનાર રે;
ત્યાગીને સુખ પોતાનાં, લોકો સાથે થનાર રે,
કોઈની વેદના જોઈ, તમતમી જનાર રે;
મુશ્કેલીમાં પડેલાની, વહારે દોડનાર રે,
સત્યનો હર જગ્યાએ, આગ્રહ રાખનાર રે;
ગાંધીનો હર આદેશ, કબૂલ કરનાર રે,
તમે વ્હાલા તમે પ્યારા, અમારા સરદાર રે;
ને ઉલટતપાસોથી, ભેદોને ખોલનાર રે,
દેશનો ભાર લૈ માથે, સેવામાં દોડનાર રે;
અંગ્રેજોનાં બધા વચ્ચે, જૂઠાણાં ફોડનાર રે,
પ્રતિષ્ઠાની વિના આશા, કામમાં ડૂબનાર રે;
જીવનમાં વફાદારી, રાખીને ચાલનાર રે,
લોકોના દિલમાં ખૂબ, ઊંડે પહોંચનાર રે;
વસીને મનમાં સૌનાં, લાડીલા બનનાર રે,
ગાંધીજીને બધાં કામે, સહાય આપનાર રે;
કામ હોય ગમેતેવાં, ન દૂર ભાગનાર રે,
જે કામ હાથમાં લીધું, એ પાર પાડનાર રે;
કઠિન નિયમો માટે, આગ્રહ સેવનાર રે,
શાંતિથી કોયડાઓનો, ઉકેલ શોધનાર રે;
ફળદ્રુપ રહે ભેજું, મસ્તીમાં ડૂબનાર રે,
અંગ્રેજોય ગયાં ઝૂકી, કદી ન ઝૂકનાર રે;
એને ઝૂકાવનારા છે, લાડીલા સરદાર રે,
**
સારાયે દેશમાં રહ્યા, લોકોનાં મનમાં વસી;
અનેક માણસો માટે, બની રહેલ આરસી.
(ક્રમશ:)
