Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૩૦

સરદારનું ગીત - ૩૦

1 min
446


બોરસદના રાજા (ઈ,સ, ૧૯ર૪)

લેવા કોંગ્રેસમાં ભાગ, કોકોનાડા ગયેલ રે;

ત્યાં અમુક ઠરાવોના, વિરોધમાં રહેલ રે,

ત્યાંથી આવી ગયા પાછા, બોર્સદ હરખાય રે;

લડતમાં થઈ જીત, ઉત્સવ ઊજવાય રે,


ગાંધીજીનેય તે રાતે, જેલમુકત કરાય રે;

તેથી ઉત્સવમાં લોકો, ખૂબ પાગલ થાય રે,

ગાંધીને મળવા તેઓ, દવાખાને ગયેલ રે;

આવો બોર્સદના રાજા, ગાંધીજીએ કહેલ રે,


લખેલ લેખ ગાંધીએ, પ્રશંસાથી ભરેલ રે;

એમાં વલ્લભભાઈની, કામગીરી લખેલ રે,

ઈતિહાસ થયો એવો, શોભશે ગુજરાત રે;

હતી વલ્લભભાઈની, મે’નત દિન-રાત રે,


ઉપયોગી થયો તેનો, કાર્યદક્ષા વિચાર રે;

હતો મળેલ તેઓને, લોકોનો સહકાર રે,

બોરસદે લડાઈમાં, માન-અર્થ રહેલ રે;

તેથી ઝળકતી એમાં, પૂર્ણ જીત મળેલ રે,


સત્યાગ્રહી નહીં બેસે, પગવાળી લગીર રે;

તેથી સુધારણા માટે, બની રહેલ અધીર રે,

લડત કરવા સાચી, થવાનું સાવધાન રે;

વિદેશી કપડાંઓની, થાય બંધ દુકાન રે,


કપડાં એક ખાદીનાં, એ સિવાય હરામ રે;

દારૂ અફીણ ગાંજાનું, કોઈ લે નહિ નામ રે,

આવું બધું બને તો જ, સાચું કામ ગણાય રે;

સૌ બાળકો વિના ભેદ, શાળાએ સાથ જાય રે,


પછી વલ્લભભાઈએ, ગંભીર થૈ’ કહેલ રે;

બોરસદે રહી એને, ખૂબ મેં ઓળખેલ રે,

બળ કે ખોડ-એબોને, જોયેલ આરપાર રે;

ઠરાવ કરતાં એનો, કરી લેવો વિચાર રે,

**

’અંધ ભગત ગાંધીના’, ઈલકાબ મળી ગયો;

તોયે વલ્લભભાઈને, નો’તો ખેદ કશો થયો.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract