Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૩પ

સરદારનું ગીત - ૩પ

1 min
454


બારડોલી સત્યાગ્રહ-૩ (ઈ,સ, ૧૯ર૮)

અનેક કાર્યકર્તાનો, બારડોલી મુકામ રે;

કોઈ સંભાળતા થાણાં, સંભાળે કોય ગામ રે,

કોઈ નાણાં કરે ભેગાં, હામ હૈયે રખાય રે;

ને પ્રકાશનમાં કોઈ, ભૂલી આરામ જાય રે,


પત્રિકાઓ બની ખાણું, લોકો માટે અપાર રે;

અખબારો લઈ એનો, છાપે ઉતાર રે,

કોઈ ટોળી ગલી શેરી, ફરીને ગીત ગાય રે;

ગાઈને ગીત લોકોને, ઉત્સાહિત કરાય રે,


લીધું ઈમામ સાહેબે, મુસ્લિમ કામ હાથ રે;

ને સત્યાગ્રહમાં દેતા, મુસલમાન સાથ રે,

રોઝા રાખેલ તેઓએ, છતાં ફર્યા અથાગ રે;

મુસ્લિમ કોમમાં તેઓ, બની ગયેલ નાક રે,


બહેનો પણ આ જંગે, પાછી નો’તી પડેલ રે;

શૂર દેવા બહેનોને, બહેનોય ફરેલ રે,

કામ વલ્લભભાઈનું, રાખવી દેખરેખ રે;

પછી આવી શકે એમાં, મારવા કોણ મેખ રે ?


એમાં વળી મહા માસે, લગનો ખૂબ થાય રે;

લોકોને ચેતવા તેથી, પત્રિકાઓ કઢાય રે,

લડત સમયે આવા, જલસા ન કરાય રે;

લગ્નો બધાં તમારે આ, ટૂંકે કરી નખાય રે,


બનવું પડશે સૌએ, સંપીને એકરાગ રે;

મોજ-શોખ બધું છોડી, રહેવાનું સજાગ રે,

સરકારે ઘણો મોડો, જવાબ મોકલેલ રે;

ધમકીના ઘણા શબ્દો, પત્રમાં વાપરેલ રે,


હવે વલ્લભભાઈને, ગુસ્સો ખૂબ ચડેલ રે;

તેથી કાગળ તેઓએ, ધારદાર લખેલ રે,

બધો કાગળ વેવાર, છાપામાં મોકલાય રે;

ને સરકારની ભૂલો, છતી કરી નખાય રે,

**

કોઈ વલ્લભભાઈને, છાપાંઓમાં વગોવતા;

ને ગાંધીજી અને અન્ય, વખાણતાં ન થાકતા.

(ક્રમશ:)


Rate this content
Log in