Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૩ર

સરદારનું ગીત - ૩ર

1 min
545


રેલસંકટમાં (ઈ,સ, ૧૯ર૭)

કાઠિયાવાડના માથે, કોપેલ વરસાદ રે;

ગુજરાત તણી વાડી, થઈ ગૈ’ બરબાદ રે,

તાંડવ વરુણે કર્યું, વરસ્યો ધોધમાર રે;

વરસી અનરાધાર, તાણેલ ઘરબાર રે,


વરસાદ ઘણો પડયો, પડયો દિવસ સાત રે;

પ્રજા થરથરે તેથી, આવી પડેલ ઘાત રે,

માનવી વામણો રહ્યો, એની તો શી વિસાત રે;

ચિંતા વલ્લભભાઈને, થયેલ મધરાત રે,


તરત નીકળી પડયા, જોવા તેઓ શહેર રે;

કર્યો કુદરતે કેવો, લોકો ઉપર કેર રે,

લૈ’ સાથે એક સાથીને, આખી રાત ફરેલ રે;

કયાં કેવું કરવું કામ, એવું નક્કી કરેલ રે,


સવેળા કામ સોંપીને, પાણી થાય નિકાલ રે;

મથે સુધારવા માટે, આ બગડેલ હાલ રે,

નુકસાન થયું ખૂબ, જાન-માલ ખુવાર રે;

કરી અપીલ લોકોને, થવા મદદગાર રે,


સંકટગ્રસ્ત લોકોને, થવા લાગી સહાય રે;

લઈને એક છેડેથી, બીજા છેડે અપાય રે,

પરસ્પર સહારે રૈ, છોડેલ ભેદભાવ રે;

ને કરે આફતો સામે, સાથે મળી બચાવ રે,


લોકોને આશરો આપી, પહોંચાડે અનાજ રે;

ટાળવા આફતો તેઓ, કરે છે કામ-કાજ રે,

જમીન ખેડવા જેવી, જલ્દી ખેડાણ થાય રે;

બી મેળવી ગમેતેમ, ખેતરમાં વવાય રે,


સરકારી મળે સાથ, એવી અરજ થાય રે;

પરંતુ તેમને આવી, વાત ન સમજાય રે,

લાંબી સમજના અંતે, સરકાર મનાય રે;

લોકોમાં સૂણતાં આવું, ઉત્સવ ઉજવાય રે,

**

ફરી વલ્લભભાઈને, સફળતા મળી રહી;

કુદરતી સહે કોપ, રહે આનંદમાં વહી.

(ક્રમશ:)


Rate this content
Log in