STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

3  

Vrajlal Sapovadia

Abstract Children

ધણ

ધણ

1 min
102

થનગનતાં ઢોર ઢળતી પ્રભાતે ગોંદરે મળવાને 

ધણધણતાં ઘૂઘરાં ભાંભરે ભગરી ભેંસ કળવાને,


ગંગાને ગોમતીનો ધણધણાટ ગોધન ચરવાને 

ગજધન બીડ ચરિયાણ સર સખી સંગ ફરવાને,


ચોપગા ધનની જમાત ઘડિયાળ ઘડી ગામની 

રાતું ધોળિયું ને કાળિયું ધન ભૂરી કાંઈ નામની,


ભાગે ભેરુબંધ નિશાળ થઈ ઢોર અઢ્યાંની વેળા,

વાળુંના મેલવા આંધણ હવે થઈ ગોધૂલી વેળા,


ધણખૂંટ ને આખલા, ખૂંટિયા ને ખાડું વાગોળવાં,

ધાવી ધરતીને રણકે રામધણ અવેડે ભાગોળમાં,


ગોરી ગોવાળણ સાંઠિકા ખોડે પોદળાને વીણવા,

પાદરે ને કૂવે ભેંસો જોઈ લડતી ભાગતી ભણવા,


થનગનતાં ઢોર ઢળતી પ્રભાતે ગોંદરે મળવાને 

આથમતે દી સાંભરે ગમાણ પછી પેટિયું રળવાને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract