STORYMIRROR

Pranav Kava

Abstract

3  

Pranav Kava

Abstract

સંભળાયો ટહુકો

સંભળાયો ટહુકો

1 min
81

એ કળા કરતા મોરનો સંભળાયો ટહુકો,

એ ગીચ વનની ઝાડીમાંથી સંભળાયો ટહુકો,


એ જનનીની પ્રેમભરી સુવાસમાંથી સંભળાયો ટહુકો,

એ આભને સ્પર્શતા પહાડોમાંથી સંભળાયો ટહુકો,


એ ગાતી નારીના કંઠમાંથી સંભળાયો ટહુકો,

એ રાસ રમતા ખેલૈયાઓમાંથી સંભળાયો ટહુકો,


એ વિહાર કરતા પંખીઓમાંથી સંભળાયો ટહુકો,

એ નાનકડા ભૂલકાની બોલીમાંથી સંભળાયો ટહુકો,


એ મંદિરના દ્વાર ઊઘડતા સંભળાયો ટહુકો,

એ સાચા માનવીની માણસાઈમાંથી સંભળાયો ટહુકો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract