ચમેલી
ચમેલી
મ્હેકતાં મોગરા મીઠી સુગંધ મોહિની
સુંદર શ્વેત સુવાસ શીતળ ને સોહિની,
ચમેલી ચટાકેદાર ખુશ્બુ ખુશબેદાર
ગમતાં ગૌર ગુલનાં ગજરા દમદાર,
મંજુલ માલતી મણકા મોતી માળા
મલ્લિકા મૃદુલ મસ્ત શોભતી બાળા,
વેલ બારમાસી ઘણી વળી પાનખરે
મીઠી સોડમથી મંદિરે મહારાજ મરે,
મ્હેકતાં મોગરા મીઠી સુગંધ મોહિની
પુષ્પ પામરે પ્રિય ગૌરી વ્રત વાહિની.
