STORYMIRROR

Milap Panchal

Abstract

4  

Milap Panchal

Abstract

તારીખિયું

તારીખિયું

1 min
367

વર્ષની સાથે કેલેન્ડરના પાના જ બદલાશે 

બાકી માણસાઈ અને દેખાદેખી એજ રહેશે,

સૌ વિચારે આવનારું વર્ષ વધારે સારું હોય

પે'લા કરતા સારો બનું એવું ના વિચારે કોઈ 

ટ્રાફિકમાં વ્યસ્ત જાતને એક ક્ષણ રોકી જુવો 

સંઘર્ષની સવારને મોજથી થોડી માણી જુવો,


લાચાર છું કુદરત સામે એ આ વર્ષે શીખવ્યું

વિના સ્વાર્થ એ સેવા કરવી તે સંકટે શીખવ્યું

કુદરતની આફત સામે માણસનું શું ગજું ? 

ખબર કોને કેટલું જોવાનું રહ્યું બાકી હજુ,


વિચાર્યું'તું કે એક છીંક બધાને દૂર કરશે ?  

લાખો લોકો અણધારી બીમારીનો ભોગ બનશે 

તારી આજ કરામત જોવાની બાકી રહી હતી 

તું જ તારણહાર રે..હું માંગુ માફી સૌના વતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract