STORYMIRROR

Milap Panchal

Romance

4  

Milap Panchal

Romance

પ્રેમની પ્રતિમા

પ્રેમની પ્રતિમા

1 min
305

મારા કપાળની કરચલી, એ તારા સૌભાગ્યની નિશાની,

મારુ સૌભાગ્ય કે લગ્નના વર્ષો પછી પણ નથી તું રીસાતી !


કેમ રે રિસાવ, લગ્નરૂપી જીવન જ બન્યુ મારુ ઉપવન,

જેના હાથમાં હાથ મળવાથી, એનું કેમ દુભાવુ મન !


ઉપવન તો તારા કંકુની પગલીથી બન્યું આ ઘર ને શેરી,

બાકી આ ઘરની ચાર દીવાલો ક્યાં હતી મંદિર કેરી !


મંદિર ત્યારે જઈ બને ઘર, જ્યાં પૂજવા લાયક પ્રભુ હોય,

અહીં તો સાક્ષાત રામ સમું અસ્તિત્વ મુજ સામુ હોય !


સીતા સરીખી ત્યાગ અને બલિદાનની મુરત જે ઘરમાં હોય,

તે ઘરમાં અયોધ્યાના દિવા દિવસ-રાત સદા પ્રગટતા હોય !


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Romance