STORYMIRROR

Milap Panchal

Inspirational

4  

Milap Panchal

Inspirational

મમતાની મૂડી માવડી મારી

મમતાની મૂડી માવડી મારી

1 min
434

મારા નામ અને અટકમાં સાથે ભલે ને રહ્યું અસ્તિત્વ મારા પપ્પાનું

પણ એ મારુ નામ જ ક્યાંથી, જો અસ્તિત્વ જ ના હોત મુંજ માતાનું


પહેલી પાપા પગલીએ મારી, અમી ભરેલી આંખ એની છલકાતી

ડગલું ભરતા પડું તો, હૈયે પથ્થર મૂકી મારી સામે સ્નેહથી મલકાતી


પલાર્યા મેં ઘણા પોતડીયા પણ એ કયારેય ગુસ્સે થઈ નહોતી ગરજતી

મુંજ મમતા ના દરિયા માં એ હેત ની હેલી બની વ્હાલથી વરસતી


હર ઘડી હર પળ મુંજ ને સૌ સાથે કાલીઘેલી વાતોથી વખાણતી

કારેલા ને પણ હલવા નો સ્વાદ આપી નિત નવા ભોજનીયા બનાવતી


વ્યાજ હજુ પત્યું નથી ક્યારે ચૂકવું મુદ્દલ તુજ ઋણની, ઘણું મોટુ કામ

ભમ્યો ભરતભૂમિ ખંડમાં ના આવે તુજ તોલે આ જગનું કોઈ નામ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational