STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children Stories Children

4  

Vrajlal Sapovadia

Abstract Children Stories Children

ગ્રહણ

ગ્રહણ

1 min
517

ચાંદો સૂરજ 

રમતાં ને ભમતાં 

સંતાકૂકડી.


પૂનમ આવ્યે 

ચાંદ આડા ઉતરે 

ધરતી માતા.


ચંદ્ર ગ્રહણ 

અજવાળી રાતમાં 

મેશ ફેલાવે.


ક્યારેક આખો 

ખગ્રાસ ગ્રહણમાં 

ઢાંકી દઈને.


રિસ ચડે તો 

ખંડગ્રાસ ગ્રહણે 

અર્ધો ઢાંકે.


અમાસ આવ્યે 

નટખટ નાનકો 

ચાંદ દિવસે.


સૂરજ ઢાંકે 

અંધકાર વ્યાપે 

ધોળે દિવસે.


સૂર્ય ગ્રહણ 

ખગ્રાસ ખંડગ્રાસ 

કંકણાકૃતિ.


ચાંદો સૂરજ 

રમતાં ને ભમતાં 

મોજ મસ્તીથી.


ખેલ કરતાં 

અજબ ગજબનાં 

સૂર્યમંડળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract