વિશ્વ રમણી
વિશ્વ રમણી
સરીતારૂપે સાગર સંગીની હું
સુરીલી સંગીત સરવાણી હું
સતત નિરંતર વહેતી વિશ્વ રમણી હું,
રાધારૂપે કૃષ્ણની મોહિની હું
મોરલી સૂરમાં સરગમ હું
રાસમંડળમાં રમતી વિશ્વ રમણી હું,
શબ્દરૂપે લેખની લેખીની હું
અદ્ભૂત વાણી વાગ્મયી હું
અખિલ નાદમાં ગુંજતી વિશ્વ રમણી હું,
લક્ષ્મીરૂપે નરની નારાયણી હું
અલબેલી આનંદમયી સુહાસિની હું
સાગરમાં વિહરતી જગધાત્રી વિશ્વ રમણી હું.
