યાયાવર લાગે
યાયાવર લાગે
બધે તું જ તું જ તું જ યાયાવર લાગે,
મને હું જ હું જ હું જ તારા પર લાગુ,
પીપળના પાનોમાં ભાળું,
ભગવા જોગીમાં તને ખોળું,
મંદિર-મસ્જિદમાં તને માણું,
બધે તું જ...
વાયુમાં વિલોપ તું લાગે,
આકાશે તું અનંત ભાસે,
દરિયામાં ડૂબેલો લાગે,
બધે તું જ...
માનવના મનમાં તું જાગે,
મેઘના વારિથી ભીંજાવે,
સઘળાઓ જ્યાં શિર ઝુકાવે
બધે તું જ...
બાળકમાં બેઠેલો લાગે,
સંતોમાં સંતેલો લાગે,
મારામાં તારો પ્રશ્ન સતાવે,
બધે તું જ...
એને મળવા હું મથુ છું,
કો'દી એ પ્રત્યક્ષ ન ભાસે,
છતાંય અણસારા મને આવે
બધે તું જ...
હારેલાને હામ ભરે એ,
એને લચતા લેખની ધ્રુજે,
છતાય સાહસ ક્ષુલ્લક સુઝે,
બધે તું જ...
