Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Drama

4.0  

Neha Desai

Drama

અર્થ શો ?

અર્થ શો ?

1 min
169


સર્જી તેં આખી દુનિયા એનો અર્થ શો ?

વિનાશનાં ભય તળે જીવવાનો અર્થ શો ?


આપ્યો તેં માનવ દેહ સર્વોત્તમ જીવ તણો

પળ પળ મારીને વરસો જીવાડવાનો અર્થ શો ?


ચારેકોર વહેતો રહે છે અંધકાર ભયનો

હિંમત ઘડી બે ઘડી આપવાનો અર્થ શો ?


આપ્યું તેં જીવન તો રક્ષા કર અમારી

દરેકવાર રણ છોડી ભગવાનો અર્થ શો ?


બન્યો તું રખેવાળ સારાયે જગતનો

મંદિરમાં ફક્ત મૂર્તિ બની બેસવાનો અર્થ શો ?


નફરત ને ઈર્ષાનો સૂર રેલાય છે હંમેશા

'ચાહત'નો ઘેરો નાદ પાડવાનો અર્થ શો ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama