STORYMIRROR

Mayur Rathod

Drama Inspirational

3  

Mayur Rathod

Drama Inspirational

મિથ્યાભિમાન

મિથ્યાભિમાન

1 min
270

દશાનન શિરે વસેલો ભાવ મિથ્યાભિમાન છે,

દુર્યોધનની કપરી દશા થવાનો ઘાવ મિથ્યાભિમાન છે,


માંગવી પડે હાલ હાથ લાંબા કરી ભીખ દવાખાને,

કર્યા જેમણે દુખીને દુખીએ ઘાવ મિથ્યાભિમાન છે,


અમીરોની જગ્યાએ આવે જો ગરીબ પ્રજા અહીં,

એને જોઈ નબીરની આંખે ધૃણાભાવ મિથ્યાભિમાન છે,


ભરસભામાં શકુનિ સામે પાંડવો ભલે હારતા એ,

દ્રૌપદી નામે મુકાયેલો દાવ મિથ્યાભિમાન છે,


દેખાવ કરીને બનવું ગરીબમાંથી અમીર આજે કેમ !

'ને દુઃખી થતા સુખીનું હાસ્ય મિથ્યાભિમાન છે,


છો ભલે તમે બધે ચર્ચામાં આજે કે કાલે 'દુશ્મન',

પણ આજકાલમાં ઘેરઘેર સ્વાર્થના માન મિથ્યાભિમાન છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama