STORYMIRROR

Kaushik Dave

Drama Romance Others

3  

Kaushik Dave

Drama Romance Others

રાગ રોલી

રાગ રોલી

1 min
217

સુનો સુનો એક કહાની સુનો,

રાગ 'રોલી'ની કહાની સુનો,


પ્રેમકથા આ રાગની જુદા પ્રકારની,

નાના શહેરની વાત જ નિરાલી છે,


વાત વિદિશા નગરીની રજૂ કરું છું,

રાગ નામના યુવાનની વાત કહું છું,


યુવા રાગ ખેતરે જતો, પિતાને એ મદદ કરતો,

કામ કરતો જાય ને ગીતો બનાવતો જાય,


આનંદે જીવન જીવતો જાય,

નટખટ રોલી સાથે ઈશ્ક લડાવતો જાય,


બચપન ના સાથી, એકબીજાના ચાહતી,

મા-બાપની સંમતિ, લગ્ન માટે બંને આતુર,


સાથ સાથ નગરમાં ઘુમતા જાય,

લોકોની નજરે આવતા જાય,


નગર નજીક ઉદયગિરીની કંદરા,

પ્રવાસી જોવા આવતા જાય,


હજારો વર્ષ એ પુરાની કંદરા,

પુરાની શિલ્પોના અદભૂત નમૂના,


એ કંદરા પાસે પ્રેમીઓ પણ દેખાતા જાય,

રોલી ને રાગ પણ કદીક આવતા જાય,


દેખતા દેખતા એ શિલ્પો ને,

રાગ એના ગીતો ગાતો જાય,


રોલી પાયલના ઝંકાર કરતી જાય,

હાથ પગની મુદ્રા કરતી જાય,

નૃત્યનો આનંદ લેતી જાય,


અચાનક એક ગુફામાં જોતા જોતા,

નટખટ રોલી મજાક કરતી જાય,


મલે તને અહીં કોઈ અપ્સરા,

શું તારૂં મન વિચલિત થાય ?


મારાથી વિખોટો પડીને તું,

અપ્સરાને ચાહતો ચાહતો થાય !


મારી મજાકને ના લે ગંભીર,

તારા વગર ના જીવતા રહેવાય,


તારા ગીતોને મારૂં નૃત્ય,

કૌશિક કાવ્યમાં લખતા જાય,

રાગ રોલી કહાની વંચાઈ જાય.


• રોલી એટલે કંકુ (એક છોકરીનું નામ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama