STORYMIRROR

Riddhi Modha

Drama Inspirational Others

3  

Riddhi Modha

Drama Inspirational Others

મનગમતો મનમોગરો

મનગમતો મનમોગરો

1 min
190

મારા મનમંદિરના ઈશ એટલે...

મનગમતો મનમોગરો..!

મારા દિલનો રાજીપો એટલે...

મનગમતો મનમોગરો..!


મારા સ્વપ્નની દુનિયા એટલે...

મનગમતો મનમોગરો..!

મારા પ્રિયજનનો સાથ એટલે...

મનગમતો મનમોગરો..!


મારી કલમ ને કાગળ એટલે...

મનગમતો મનમોગરો..!

મારા અતઃકરણની લાગણી એટલે...

મનગમતો મનમોગરો..!


મારા ચહેરા પરનું સ્મિત એટલે..

મનગમતો મનમોગરો..!

મારી પુસ્તકાલયની મુલાકાત એટલે...

મનગમતો મનમોગરો..!


મારા ગાનનો ગણગણાટ એટલે...

મનગમતો મનમોગરો..!

મારી વાંચનની દુનિયા એટલે...

મનગમતો મનમોગરો..!


મારા ઉપવનનું પ્રિય બાળફૂલ એટલે...

મનગમતો મનમોગરો..!

મારા કુમળા મનની સુવાસ એટલે...

મનગમતો મનમોગરો..!


મારો પ્રકૃતિ આનંદ એટલે...

મનગમતો મનમોગરો..!

મારા આ મનમોગરાનું ખીલવું એટલે...

         ખાસ 'મારૂં' હોવું...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama