STORYMIRROR

Riddhi Modha

Others

3  

Riddhi Modha

Others

પહેલા વરસાદમાં

પહેલા વરસાદમાં

1 min
306

ઝરમર પડ્યા ફોરા,

ઝીલી લઈએ હાથમાં,

આ પહેલા વરસાદમાં...!


લીલુડી ધરતી બની,

પ્રકૃતિ રમણીય બની,

આ પહેલા વરસાદમાં...!


મોરલા બન્યા આતુર,

નાચવા થનગનાટ નૃત્ય,

આ પહેલા વરસાદમાં...!


ચાતક બન્યુ આતુર,

ઝીલવા પાણીની બુંદ,

આ પહેલા વરસાદમાં...!


સપ્તરંગી મેઘધનુષ,

ખીલ્યું આ ગગનમાં,

આ પહેલા વરસાદમાં...!


ગાયન કરે બાળકો,

નાવ બનાવે બાળકો,

આ પહેલા વરસાદમાં...!


ભજીયાની લિજ્જત જામી,

શેરી-શેરીએ સોડમ આવી,

આ પહેલા વરસાદમાં...!


સંગાથ તારો ચાહુ,

સદા ઓ પ્રિયતમ,

આ પહેલા વરસાદમાં...!


Rate this content
Log in