મમતાળી મા
મમતાળી મા
1 min
208
મા, પ્રેમ તારો વિશાળ સાગર જેવો,
સદા આ પ્રેમમાં તરબોળ થવા ચાહુ હું ..!
મા, ખોળો તારો હૂંફ આપતો,
સદા આ હૂંફના હિંડોળે હીંચવા ચાહુ હું..!
મા, લાગણી તારી મીઠી મીઠાઈ જેવી,
સદા આ મીઠાઈ મેળવવા ચાહુ હું..!
મા, કુટુંબ પ્રત્યેની સારી ભાવના તારી,
સદા આ બાબત શીખવા ચાહુ હું..!
મા, દુ:ખો હરતું નિખાલસ હાસ્ય તારુ,
સદા આ સ્મિતના સ્નેહમાં ડૂબવા ચાહુ હું..!
મા, ફૂલ જેવું કોમળ હૃદય તારુ,
સદા આ વનમાં ફૂલ બની મહેકવા ચાહુ હું..!
