STORYMIRROR

Riddhi Modha

Others

3  

Riddhi Modha

Others

મોજથી જીવી લઈએ

મોજથી જીવી લઈએ

1 min
195

ગુલાબની જેમ આજે થોડા ખીલી જઈએ,

બાળકો સાથે થોડી ધીંગામસ્તી કરી લઈએ,

ચાલને, મોજથી જીવી  લઈએ... !


દુઃખોની પહાડીમાંથી સુરંગ બનાવી સરકી જઈએ,

હાસ્યની થોડી રેલમછેલ કરી લઈએ,

ચાલને, મોજથી જીવી લઈએ... !


વિતાવેલા સંભારણા થોડા યાદ કરી લઈએ,

મતલબી દુનિયામાંથી થોડા બહાર ખસી જઈએ,

ચાલને, મોજથી જીવી લઈએ... !


પ્રકૃતિના તત્વોનું સૌંદર્ય માણી લઈએ,

ભીની માટીની મહેકમાં ભળી જઈએ,

ચાલને, મોજથી જીવી લઈએ... !


મુક્ત ગગનમાં પાંખો ફેલાવી ઊડી જઈએ,

વ્યસ્ત જીવનમાં થોડા 'મસ્ત' બની જઈએ,

ચાલને, મોજથી જીવી લઈએ... !


Rate this content
Log in