ચકલી
ચકલી
1 min
280
મારી અટારી એ ચકલીઘર,
રહેેેેતાં તેમાં ચકો-ચકી,
માળો બનાવ્યો તણખલા,
ભેગા કરી એકબીજા એ,
પ્રભાતે તેનો કલરવ,
સદા સાદ કરતાં રહેતાં,
જો આવી ચડે કબૂતર,
તો સાદ કરી બોલાવતાં,
પાણીના પાત્રમાં નહાતાં,
પોટા આવ્યા કેવા મજાના..!!
ભરી ચાંચમાં ખાવાનું,
બચ્ચા ને ખવડાવતાં,
ના કોઈ સ્વાર્થનો સંબંધ,
માત્ર ને માત્ર પ્રેમનો સંબંધ..!
જો બચ્ચા ને આવશે પાંખો,
તો ઊડી જવાના માળા મૂકી,
તો પણ કેવો અનોખો સંબંધ..!
