બેટી બચાવો
બેટી બચાવો
મા... ઓ.. મા....
આજે, તારામાં હું સમાણી,
તું મારા વિચાર માત્રમાં ખોવાણી !
તારા ઉદરમા હું સમાણી,
એટલા માટે તું મૂંઝાણી ?
મા.... ઓ.... મા...
તું આટલી શીદ ને મૂંઝાણી,
તું, મુજ આવવાની ખુશી માં મૂંઝાણી !
મને ખબર, મા ની મમતા ઘણી-ઘણી,
પણ, તારાથી ક્યાં છુ હું અજાણી ?
મા... ઓ.... મા...
તારા ખોળામાં રમવાની ઈચ્છા ઘણી-ઘણી,
તારા પ્રેમ માં તરબોળ થવાની ઈચ્છા ઘણી-ઘણી !
મને આવવાની અપેક્ષાઓ ઘણી-ઘણી,
પણ, તુજ ને ચિંતાઓ ઘણી-ઘણી ?
મા... ઓ... મા...
હું તો બનવા ચાહું મુક્ત ગગનનું પંખી,
પાંખો આવ્યે ઊડી જઈશ પરદેશ,
હું તો તારી પાસે બીજુ કંઈ ના માંગુ "મા",
બસ, એકવાર આ "બેટી"ને ધરા પર અવતરવા દે.....!
