ઝંખના
ઝંખના
હે મહાકાળ…
તું મને સાથ આપી છોડી શકીશ,
તો પણ હું તને યાદ કરતો કરીશ,
તું બોલીને શીખ આપ્યા વગર રહી શકીશ,
તો હું તારી ધારદાર શીખ યાદની રાહ જોઈશ,
તું મને જોઈ વીતી રહી શકીશ,
હું તો તને નિત નવલ સ્વરૂપે જોવા માટે જ તરસીશ,
ચાંદ-તારા કે સૂરજને નાથી દોડે તું અવિરત
જાણું છું તારા ચક્રને ક્યાં કોઈની જરૂર હતી તો મારી રહે,
પણ મને તારા સંગની “ઝંખના” કાયમ રહેશે,
જીવી રહીશ એવું કે,
મારી ગાથા સફળ રહેશે તારા સાથ વગર,
પણ તું ક્ષણ ક્ષણ મારા વિના હારીશ,
જાણું છું તું ફરી નહીં આવે મારા જીવનમાં,
તોય અંતિમ શ્વાસે પણ હું તને નિરખીશ,
મર્યા પછીય નફરત નહીં કરુ, સખા તને,
તારો તાગ પામવા બીજે જન્મે પણ અહીં આવીશ.
