STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

એ પણ મને મંજુર છે

એ પણ મને મંજુર છે

1 min
11

સુખભરી સવાર હોય, દુઃખભરી સંદ્યા હોય,
તુ મારી સાથે હોય તો એ પણ મને મંજુર છે.

કાંટાળો રસ્તો હોય, મુસીબતનો પહાડ હોય,
તુ સફરમાં સાથે હોય તો એ પણ મને મંજુર છે.

પ્રેમની અમીરાત હોય, વિરહની વેદના હોય,
તુ મને યાદ કરતી હોય તો એ પણ મને મંજુર છે.

દિવસનો પ્રકાશ હોય, ઘોર અંધારી રાત હોય,
તારૂ હ્રદય મજબૂત હોય તો એ પણ મને મંજુર છે.

શિયાળાની ઠંડી હોય, ઉનાળાની ગરમી હોય,
તારા પ્રેમ વરસતો હોય તો એ પણ મને મંજુર છે.

"મુરલી" તુ હ્રદયમાં હોય, પ્રેમનુ આલિંગન હોય,
મારી જીંદગી તારા નામે કરૂં એ પણ મને મંજુર છે.

રચના:-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama