નયનો મારા તરસે
નયનો મારા તરસે
ચહેરો છે તારી અતિ સુંદર,
પૂનમના ચંદ્ર જેવી લાગે છે,
નયનો મારા શોધે છે તુજને,
તુ હમેશા મારાથી દૂર રહે છે.
જ્યારે હું બોલાવું છુ તુજને,
તુ ચહેરા પર નકાબ રાખે છે,
નયનો મારા તરસે છે તુજને,
તને નિરખવા હમેશા તડપે છે.
સંતાઈને તુ સતાવે છે મુજને,
મારા દિલમાંં આગ લગાડે છે,
સપનામાં તુ સતાવે છે મુજને,
તારી પાછળ મુજને દોડાવે છે.
દિલથી હું પ્રેમ કરૂં છું "મુરલી",
તારો વિરહ મુજને રડાવે છે,
નયનોમાં હું વસાવીશ તુજને,
મારી પ્રેમ દીવાની બનાવવી છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

