જુગતિ
જુગતિ
કીધું પિયુને મહિયર પધારજો,
સાથે પ્રીતની મીઠાશ લાવજો.
સાથે રહીશું, મિજલસ જમાવશું,
મસ્તી, મજા, ને મનને મેળાવશું.
વળાવ્યા ને ભૂલી અમને ગયા,
વિચારો કોઈક'દિ આવવા તણો.
પિયુ રહી હું મહિયરની મહેમાન
ઝટ આવી મળો કરી અહેસાન
આપે કહ્યું'તું "જા નચિંત શાંતિથી.
આવતો રહીશ સાસરે કોઈ કામથી !"
ભવાન તમારી પેરવી, કેમ કરવી
એના વિચારે ભવાનીને સતામણી !
શોધી રહી હું જુગતિ નિતનવી,
સરભરા શેંથી કરવી ભવાનની
નોંતરું તુજને છું બીમાર કહીને,
પધારો કામ પરગામનું શોધીને.
શબ્દ સૂચિ :- જુગતિ- (યુક્તિ- ગોઠવણ) ~ ભવન- ભવાની (શિવ -પાર્વતી)

