ને પછી..તમે સામું જોયું..
ને પછી..તમે સામું જોયું..
ને પછી તમે સામે જોયું,.......
કે ઓહો રે ઓહો...
ને પછી જરાક અમથું નમીને મેં જોયું......
એક જ ઈશારામાં કર્યું તમે ઘાયલ..
કે ઓહો રે ઓહો..
ને પછી આવીને બેઠા તમે બાંકડે......
મેં જરા પુસ્તક કર્યું ત્રાસુ....
કે ઓહો રે ઓહો...
ને પછી રાજરાણીના રૂપના દર્શન થયાં...
હું પણ આગમાં બળવા લાગ્યો આ બાગમાં..
કે ઓહો રે ઓહો....
ને પછી પાસે આવીને બોલ્યા પાણી આપશો ?
બોલતા જ અટકી ગયો..દિલ પણ માંગોને તમે..
કે ઓહો રે ઓહો...
ને પછી આજ સુધી ન એના દર્શન થયાં...
કહો ને તમે ક્યાં ગયા....ક્યાં ગયા....
ઓહો ઓહો ઓહો....

