STORYMIRROR

Nisha Giri

Romance

3  

Nisha Giri

Romance

રાખજે

રાખજે

1 min
185

દીવો બનીને પ્રગટીશ ઘરનાં એક ખૂણામાં અંધાર રાખજે,

પવનનું ઝોકુ બની તારા બદનને ચૂમીશ ખુલ્લા ઘરના દ્વાર રાખજે,

કે ખબર છે મને તું બહુ વ્યસ્ત છે

પણ મારા માટેની ફુરસદની એક સાંજ રાખજે,                       


તું ઉમડતો દરિયો તું વહેતી નદી 

તું ઊંચ્ચું ખુલ્લું આકાશ મારું

તું સવાર તું સાંજ,તું રાત તું દિવસ


રોમ રોમમાં વસે છે તું મારા

તું નથી....! તું નથી છતાંયે તું છે

બસ આટલું જ કરજે કે તારા દિલમાં છૂપાવી ને મારું નામ રાખજે,


તો શું થયું નથી સાથે, ફક્ત તું યાદોના સંગીત ની તાણ રાખજે,

તું ના બોલ તું ના મળ

તું જિંદગીની દોડમાં સાથ ના આપ

પણ હું છું કે નહિ, પણ હું છું કે નહિ

બસ આ બાબતની ફક્ત જાણ રાખજે....!


Rate this content
Log in

Similar gujarati poem from Romance