જશે
જશે
અડધી વીતી ગઈ જિંદગી,
અડધી વીતી જશે
મોહમાયાના જન - જાણ મટી જશે
શું હાંસિલ કરવા જૂટી રહ્યા જિંદગીભર
તારું ને મારું કરતાં - કરતાં
શું ખબર હતી કે સગપણ રૂઠી જશે
ને વર્ષો જૂના સંબંધો પાછળ છૂટી જશે
ધીરે - ધીરે ઓગળતી જુવાની
ઘડપણ તરફ વળી જશે
ને એક દિવસ ખોખકલી કાયા
જ્યારે બળી ને રાખ થશે ને
માટીમાં મળી જશે
ત્યારે ખોટો બધો ભરમ ટૂટી જશે...!
