ખરો પ્રેમ
ખરો પ્રેમ
મૂંઝાઈ રહી છું મનમાં
અને ગૂંથાઈ ગઈ હોઉં સવાલોથી
અને તું જુએ એ ક્ષણ મારી આંખોમાં
ને સમજી જાય મારા દિલનો હા
તોયે ખરો પ્રેમ છે,
કોઈ જાણે યા ના જાણે
ને તું જાણી જાય જોઈને
મારી આંખોમાં છે ચમક ઓછી
ને તું પૂછે મને કે તું કેમ છે
તોયે ખરો પ્રેમ છે,
જે નથી હાથની લકીરોમાં
અને જે નથી આપણી તકદિરમાં
છતાંયે એને હાંસિલ કરવા
બધી હદ પાર કરી જાય
બનતું એમ કેમ છે
તો હું યે કહીશ કે......
એનું નામ તો પ્રેમ છે
અને એ જ ખરો તમારો પ્રેમ છે.

