હું અને તું
હું અને તું
કેટલા હસમુખ હતા હું અને તું
ભેળા મળી ને રાસતાં હું ને તુંં....
સાથ હતો સહિયારો હું અને તું
એક બીજામાં ખોવયેલ હું ને તું....
દુનિયા જોઈ ભેગા જઈ હું અને તું
સમય પણ બંધનમાં હતો હું ને તુંં..
એક વાવાઝોડા એ વિખેરાયા હું અને તું
બે કિનારાની જેમ જુદા પડ્યા હું ને તું.