સુભાગી
સુભાગી
આવી કોઈએ પૂછ્યું,
રે મન કાહે નીર વહાવે ?
કહી રહી છું મજામાં.
સુભાગીને હવે
ખોટું બોલવાની "નેમ" છે !
તેના ઉરના ઉદ હવે "હેમ" છે
એનો "એ" હવે "ખેમ" છે
વળી પાછું કોઈ કહે,
પ્રેમમાં તો, દિલ તૂટી જાય છે
પણ , મ્હારુંતો "એ'ની" પાસે "હેમખેમ" છે
"એ'ની" બંસી ખાલી છે,
શ્વાસ મ્હારાં અવિરત "ન્યા" પડઘાય છે,
છલકે ગોરસ કાચા ઠામમાં,
ત્યારે કહેજો કોઈ આ કાનાને,
સુભાગી હવે મજામાં છે,
ખોટું નહીં બોલવાની તેને નેમ છે !

