જીવન સંઘર્ષ
જીવન સંઘર્ષ
સંધર્ષભરી જીંદગી જીવી રહ્યો છું,
સમયની સાથે તાલ મેળવી રહ્યો છું,
જીંદગીના ખેલને જીતવા માટે હું,
મુસીબતોનો સામનો કરી રહ્યો છું.
સૌનો સહકાર મેળવવા મથી રહ્યો છું,
અપમાનનાં ઘુંટડા ગળે ઉતારી રહ્યો છું,
છળકપટની જાળમાં ફસાઈ જતાં હું,
બદનામ બની મુખ છુપાવી રહ્યો છું.
સુખમાં મહેફિલો હું માંણી ચુક્યો છું,
દુઃખભરેલી યાતના ભોગવી રહ્યો છું,
સમય મારો બદલાઈ જતાં "મુરલી",
સુમસામ જીંદગી હું જીવી રહ્યો છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
