STORYMIRROR

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

જરા ચાલો

જરા ચાલો

1 min
26.5K


ચાલો એક આંટો અંદર મારી આવીએ,

સૂતેલાં હૈયાંને ઢંઢોળી જગાડી આવીએ.

માગ્યા વિના અગણિત આપ્યું સહુને ઈશ્વરે,

અંતરથી કિરતારનો ઉપકાર માની લઈએ.

મફતમાં મળતો ને અપાતા પેલા પ્રેમને,

સરવાળા બાદબાકીનું ગણિત સમજાવીએ.

સુંદર સંસ્કાર દ્વારા શોભિત માનવ દેહને;

દિલ દિમાગ અને સદવર્તનથી મહેકાવીએ.

આજે છે કાલે નથી આ પાર્થિવ શરીરને,

અંદરથી બહારનો પથ શણગારી દઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy