STORYMIRROR

Nisha Shah

Inspirational Tragedy

3  

Nisha Shah

Inspirational Tragedy

કોણ વરશે મને?

કોણ વરશે મને?

1 min
26.8K


મને બનાવનારે મને ખૂબ, ખુબસુરત બનાવી,

દમામભર્યુ છે રૂપ મારું ને કમનીય છે કાયા.

ભલભલાને ભરમાવી દે એવી છે મારી માયા;

ને લાલચમાં લપટાવી દે એવી છે મારી આભા.

કોઇક જોતાની વારમાં મારી દે વ્હીસલ,

કોઇ મીંચકારે આંખ તો કોઇ મચકાવે હોઠ.

કોઇ વળી હાથ ફેરવી કરી દે અડપલા, 

ચૂકી જાય દીલની ધડકન રહી જાય મલપતા.

હું મૂંગી મનમાં ને મનમાં સમસમી જાઉં,

થાય એમ કે સડસડાટ બહાર દોડી જાઉં.

અવાજ કરી બતાવું કૌવત કરી દઉં ધમાલ,

રસ્તા પરનાં લોકો સાૈ જુએ મારી કમાલ.

પણ હાય ! ઊભી છું હું અત્યારે જ્યાં, 

એ સ્વયંવર નહિ સ્વયંવહુનો છે મંડપ.

સજી સજેલી કલિયુગની દ્રાૈપદીઓ ગુમાનમાં,

ઊભી છે મારા જેવી અનેક અહીં કતારમાં.

જોઉં છું હું શમણાં રોજ, કોણ કરશે મુજને વ્હાલ.

કોણ કરી પોતાની મને કરશે નિત નવા લાડ.

હશે કોઇ પુણ્યશાળી જે બનશે મારો નાથ,

વ્રતો ઘણાં કર્યા હશે જે કરશે મુજ પર રાજ.

જોજો ચુકતા, આવો તમે પણ લેવાને ઝલક મારી,

મુલ્યવાન છું, મૂલ ચૂકવીને લઇ જશે કોઇ માથાભારી.

જોતા રહેશે આ શ્વેતપરીને હજારો લાખો રોડપતિ,

ઉડી જશે પલકારામાં જે દિ' વરશે કોઈ કરોડપતિ.

હું કોણ? શો રૂમમાં શોભતી શ્રીમંતોની શાન છું, 

મહેલોમાં રાચતી ને મ્હાલતી એક મર્સીડીઝ મહાન છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational