STORYMIRROR

Pravina Avinash

Inspirational Tragedy

3  

Pravina Avinash

Inspirational Tragedy

દૃષ્ટિ

દૃષ્ટિ

1 min
27.1K


દોષ જોવાને ટેવાયેલી આ દૃષ્ટિ,

સઘળે વિપરિત જણાય આ સૃષ્ટિ.

જો જુએ ગુણ અન્યના શુભ દૃષ્ટિ,

હંમેશ નવિન પ્રફુલ્લિત લાગે સૃષ્ટિ.

આંખેથી પડળ હટાવી ઠેરવો દૃષ્ટિ,

અંતરે ઉમંગ આનંદ ફેલાવે સૃષ્ટિ.

જીવાત્મા પરમાત્મા ઓઝલ દૃષ્ટિ,

ચૈતન્ય રૂપે વિલસી શોભાવે સૃષ્ટિ.

અંતરે જ્યોત જલાવ નિર્મળ દૃષ્ટિ,

અતિ આનંદ મંગલે ઉભરાય સૃષ્ટિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational