STORYMIRROR

Pushpa Maheta

Tragedy

3  

Pushpa Maheta

Tragedy

ફાંટા નથી

ફાંટા નથી

1 min
27.8K


સહ જીવનની કેડીઓ કઈ ટ્રેનના ફાંટા નથી,

સ્વાદ ખટમીઠો પરંતુ શેરડી સાંઠા નથી

ખટ મધૂરા બોર અને ગુલાબમાં મીઠી મહેક

છે કરામત કુદરતી કઈ એકલા કાંટા નથી

આભમાં છે વીજળી ચાંદો સુરજ ને તારલા,

ત્યાંય પણ ચકમક ઝરે છે સાવ સન્નાટા નથી

તરુણ જેવા ખોખલા સંબંધ તો ચોમેર છે,

લાગણીની છાંટા ન હો ત્યાં કોઈ ગરમાટા નથી.

જિંદગીભર સ્નેહના બંધન નિભાવીને રહ્યાં,

તોય એની આંખમાં આદર તણાં છાંટા નથી?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy