STORYMIRROR

Bharat Darji Aabhas

Tragedy

3  

Bharat Darji Aabhas

Tragedy

ફસાવ્યો છે મને

ફસાવ્યો છે મને

1 min
26.7K


પેટની અે વાત લઈ, તે ફસાવ્યો છે મને,

જિંદગી આખી પછી, તે ડરાવ્યો છે મને.

પ્રેમનાં એ નામથી, છેતરી કેવા ગયાં?

વેદનાને હાંકવા, તે હંફાવ્યો છે મને.

આ જગતને દેખતા, ખેલ ખેલે વેવલા,

સાવ ખોટો ભીંતમાં, તે સજાવ્યો છે મને.

સાવ લ્યો આવી ગયા, એક ભોળી વાતમાં,

એમને તો પામવા, તે હટાવ્યો છે મને.

એટલે જીવી ગયો, દોસ્ત હું 'આભાસ'માં,

પ્રેમ હૈયે દાખવી, તે મનાવ્યો છે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy