STORYMIRROR

Satish Sakhiya

Inspirational Tragedy

3  

Satish Sakhiya

Inspirational Tragedy

અમારૂં ગજુ શું?

અમારૂં ગજુ શું?

1 min
26K


ભોળીયો ખુદ ભ્રમિત થયો તો અમારૂં ગજુ શું?

વશિષ્ઠનું તપ તૂટી ગયું તો અમારૂં ગજુ શું?

કાયમની કનડગતથી કાનો કંટાળી ગયો તો,

તો અહીંયાં ટકી રહેવાનું અમારૂં ગજુ શું?

જતું તો અહીં ઈશ્ચરને પણ કરવું પડ્યું છે ઘણું;

મનુષ્ય થઈ પકડી રાખવાનું અમારૂં ગજુ શું?

ભોગવવી પડી હાલાકી જે રામ અને કૃષ્ણને, 

વ્યથા કહેવા કે સહેવાનું અમારૂં ગજુ શું?

થાયછે કદર બધાની 'સતીષ' અહીંયાં મોત પછી

પણ જીવતેજીવ રોજ મરવાનું અમારૂં ગજુ શું?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational